જો તેજ સૂરજનાં પડે કાયા ચમકતી હોય છે,
એ પ્રિયકાંતા વીજ શી બદને ઝબકતી હોય છે,
ખળખળ વહેતાં નીર પણ થંભી જતાં ભાળી તને,
આ ચાલમાં તું જાતથી જળ શી ખળકતી હોય છે,
આંજણ કર્યાં છે યાદનાં તું સ્વપ્નમાં તો આવશે!
તારા વિચારે આંખથી રાતો સરકતી હોય છે,
જોઉં સવારે ફૂલને ખિલતાં હવામાં લ્હેરતાં,
પણ શ્વાસમાં ફોરમ હવે તારી મહકતી હોય છે,
અણસાર એવો આપતી આ આંખ મારી જે રીતે,
થાશે કશું શુભ એમ એ રોજે પલકતી હોય છે,
ચારે તરફ છે ખુશનુમા વાતાવરણ - આબોહવા,
આ પ્રેમ કેવો હોય જ્યાં સૃષ્ટિ મલકતી હોય છે,
આજે 'અકલ્પિત' જે લખું મારા વિષયમાં તું જ છે,
આખી મુસલસલ આ ગઝલ જ્યાં તું મટકતી હોય છે.
*- ભાવિન દેસાઈ 'અકલ્પિત'*
Friday, 14 July 2017
ગઝલ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment