કાં શ્રદ્ધા હોવાની વચ્ચે,
કાં શ્રદ્ધા ખોવાની વચ્ચે
હમણાં હમણાં ખોવાયો છું
હું મારા હોવાની વચ્ચે.
શ્યામ હશે ઉપવનમાં બેઠો
રાધા ફૂલ ઢગલાની વચ્ચે.
તડકો આખો તરછોડાયો
છતને કાં છાંયાની વચ્ચે.
કોયલ મીઠું બોલી એવું
હોહા થૈ બગલાંની વચ્ચે.
- પરમ પાલનપુરી
No comments:
Post a Comment