Friday, 14 July 2017

ગઝલ

પરિચય આપવા મારો ગઝલનુ રૂપ લાવ્યો છુ,
જખમ ઝાઝા ને હારોહાર થોડી હૂંફ લાવ્યો છું.

આ મારી અવદશામા કોઇના ઉપકાર શું ગણવા??
ફૂલોને લાવવા પાસે આ કંટક હું જ લાવ્યો છું.

તમારી વાત જુદી છે ને મારી વાત જુદી છે,
તમે મંજિલના ભુખ્યા,હું સફરની ભુખ લાવ્યો છું.

બની પથ્થર તું પુજાયો અને ઠેબે ચડ્યો છું હું,
ખતા બસ એટલી મારી કે દિલ નાજુક લાવ્યો છું.

કરો સાવધ હવે આંધીને મારુ આગમન થાશે,
હ્રદયની આગમાં તપતી હજારો ફૂંક લાવ્યો છું.

હવે "ગોપાલ" એ વાટાવદર ક્યાંથી મળે અહીંયા,
લો આ માથે ચડાવી લો હું એની ધૂળ લાવ્યો છું.

કોટક ધાર્મિક " ગોપાલ "

No comments:

Post a Comment