Friday, 14 July 2017

ગઝલ

નશીલા નૈનના દરિયે જ હું  ડુબી શકું છું.
મલપતી  ચાલ તારી જોઈ હું નાચી શકું છું,

લટકતી કઈ સવાલોની  કટારે આજ બોલું ?
જવાબો થઈ ગયાં મોઢે હવે આપી શકું છું .

બળી ને ખાક થઈ ગઈ શું થયું તો બોલને તું?
ઉપર થી આ તડપવું, ક્યાં  તને છોડી શકું છું ?

ડરીને પગ હવે પાછા નથી ભરતી લગારે,
ગડી વાળી કરી મુકયા પછી ભૂલી શકું છું?

ટકોરે તું ફરીને તો ચતૂરી કઈ બની  હું ?
તને કાજલ કહે શું થાય, હું ટાળી શકું છું?

કાજલ
કિરણ પિયુષ શાહ
14/07/17

No comments:

Post a Comment