ગઝલ
આકાશ અને પાતાળ પછી,
એ માપે બે ડગલાંની વચ્ચે!
પળમાં હરણ થયું સીતાનું,
રામ અને મૃગલાંની વચ્ચે!
ખૂબ ફરીની થાક્યો માણસ,
મુંઝાયો બંગલાની વચ્ચે!
હોય દિવાળી ,ઝગમગ સઘળું
લક્ષ્મીનાં પગલાંની વચ્ચે.
ભેગું એણે જ કર્યું એવું,
પીસાયો ઢગલાંની વચ્ચે!
@નટવર ટાંક જૂનાગઢ.
No comments:
Post a Comment