ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા
વાત એવી કૈં હતી કે આંગળી પકડી હતી ,
હાથ ઝાલી ના શકી હું એટલી નબળી હતી ,
ચોપડીને તેલ હાથે આંગળી આપી હતી ,
ના રહી એની પકડ જે આંગળી જકડી હતી ,
કેટલો રાખી ભરોસો કેટલું દોડી હતી ,
હારની બાજી પલટવાને ઘણું રખડી હતી ,
ઝાંઝવાના નીર સમ દેખાય સર્વે આપણાં ,
ભૂલ કોની જોઉ માનવ જાત એ સઘળી હતી ,
કોશતી ગઈ જેમને આભાર માનું એમનો ,
ત્યાંજ મારામાં હિના દેખાઈ જે સબળી હતી .
હિના શાહ " મહેંદી "
No comments:
Post a Comment