Friday, 14 July 2017

ગઝલ

પ્રથમ શિખવાડે મને ઝાલતા આંગળી
પછી શિખવાડે મને ડગ માંડતા માવડી

હાલક ડોલક થાવ જરાક જ જ્યાં
મને ઝાલી લ્યે દોડતિક પડતાં માવડી

સ્નેહથી સઘળું શિખવતી જાય મને
ને પીરસતી ભોજનિયા ભાવતા માવડી

મોટો થયો થોડો ને દોડતો થયો એમાં
શરમાણો હું આંગળી જાલતા માવડી

થઈ છે "સતીષ" ની જિંદગી અકારી
આંગળી તારી હાથથી છોડતાં માવડી

                                - સતીષ સખીયા

No comments:

Post a Comment