Saturday, 1 July 2017

ગઝલ

*તાપી માતાને અર્પણ* *happy birth day tapimata*

જળ વિના સળગી મરે તાપી નદી ;
શિકાયત કોને કરે તાપી નદી ?

લોકમાતા રકતનાં આંસુ સારે ;
કેટલા જુલ્મો સહે તાપી નદી ?

કાંપ કચરાથી પ્રદુષિત હોય જો ;
તો પછી કોને ગમે તાપી નદી ?

શ્વાસ જળકુંભી વચાળે રુંધાયો ;
"કોઇ ઉગારો" ચિસે તાપી નદી .

ધબકતી છું હું હજી યે ભુતળે ;
વિનવી બસ નમે તાપી નદી .

જળ ભરો આ સૂર્ય પુત્રીમાં *"દિલીપ"* ;
સૂકી આંખે કરગરે તાપી નદી.

*દિલીપ વી ઘાસવાળા*

No comments:

Post a Comment