Saturday, 1 July 2017

ગીત

ડુંગર ગીત
્્્્.       ્્્્.  ્્
ડૉ . સત્યમ બારોટ

ધરતીના મુગટ બનીને,.
ધરતીની શોભા વધારતા રે,.
આ ડુંગરા રે ,
મનમાં મારા વસી ગયા. .

ગિરનાર હોય કે ઈડરિયોગઢ,.
પાવાગઢ હોય કે,
ગબ્બરિયોગઢ,.
આ ડુંગરા રે મનમાં મારા
વસી ગયા .

કાળા છે ડુંગરાને ભૂરા છે,.
લીલા છે ડુગરાને સુક્કા છે,.
આ ડુંગરા રે મનમાં મારા
વસી ગયા ..

ઊગે છે લીલી આ વનરાજી,
ધરતીના થાય છે મન રાજી
આ ડુંગરા રે મનમાં મારા
વસી ગયા ..

અડગમનના દરબારી.,
સાચા છે કુબેર ભંડારી,.  .
આ ડુંગરા રે મનમાં,
મારા વસી ગયા.

ડૉ . સત્યમ બારોટ
્્્.      ્્્.    ્્્

No comments:

Post a Comment