Saturday, 29 July 2017

અછાંદસ

માં

મુઠ્ઠીમાં પકડાયેલી આંગળી,
ડગથી મંડાતા ડગ,

તરછોડાયેલો કોળીયો,
એંઠી થાળી ને એંઠા હાથ,
જીર્ણ ક્ષીણ સાડી ને બાળોતિયા,
હેતે ગવાયેલા ગીત,

બધું ચિતાએ ચડી ગયું છે,

ચીમળાયેલા...સુકા સ્તનમાંથી,

દુધની ધારા ફૂટે છે , એ આશાએ...
આ જીવતરના બધા અગ્નિ ઓલવાઈ જાય
લાચારી...બેબસી ...તૂટેલા મનનો અગ્નિ
ગ્રસી જાય છે લાચાર શરીરને....

બસ! રહી જાય છે રાખ  અને ...
રાખમાંથી એક સુગંધ..

પવિત્રતાની...વાત્સલ્યની... નીકળી..

વૃક્ષમાં..વેલીમાં..પર્ણોમાં...વેહતા નીરમાં ..
ધરાનાં આંચલમાં ફેલાઈ જાય છે..અને
પર્વતના સ્તનમાં ભળી ..એક
નિર્જરા વહે છે ...

માં ને મૃત્યુ નથી....   

   અસ્મિતા

No comments:

Post a Comment