Saturday, 29 July 2017

ગઝલ

મળે છે
્્્્.   ્્્્.   ્્્
ડૉ.સત્યમ બારોટ

તમારા ગણો એ જ આપે તમોને ,.
વધારે સદા આપદાઓ મળે છે .

સગાં છે બધાએ સુખોના અહીં તો ,.
રહે જ્યાં સુખો ફાયદાઓ મળે છે .

સહો દુઃખ બધાના ધરો સુખ બધાને ,.
બધાના નવા કાયદાઓ મળે છે .

જો લેવું હશે જૂનું બાકી તમારે ,.
બધેથી સદા વાયદાઓ મળે છે .

કરે કામ દિલથી બધાનાં અહીં જો ,.
તમારા તમોને ખુદાઓ મળે છે .

ભિખારી બધા છે સદા રૂપિયાના ,.
હશે રૂપિયા તો દુવાઓ મળે છે .

નકામા ખુદાઓ જુદા જો બનાવ્યા ,.
નકામી બધાની સજદાઓ મળે છે.
ડૉ .સત્યમબારોટ
્્્્.     ્.   ્.    ્
સદા ફૂલ ખિલતા નથી આ ચમનમાં ,.
બધે કંટકોની અદાઓ મળે છે .
્્્્

સુગંધો હવે ના મળે ફૂલમાંથી ,.
ખરી ગંધ કાટા મહીથી મળે છે .
ડૉ .સત્યમ બારોટ
્્્્.      ્્્

No comments:

Post a Comment