નિરખવાનો સમય ક્યાં છે નિખરવાનો સમય ક્યાં છે?
અહીં રંગો બધા છે પણ ચિતરવાનો સમય ક્યાં છે?
તમારી આંખમાં વમળો અને વમળો જ ઘેરાતા,
ઊંડા કે છિછરા જળમાં ઉતરવાનો સમય ક્યાં છે?
સતત દોડ્યા જ કરવાનું એને ફાવી ગયું, દોસ્તો,
આ માણસને ઠરીને ઠામ ઠરવાનો સમય ક્યાં છે ?
કશી ઓછપ નથી નો રોજ ખાલીપો હજી પીડે,
અને આ ખાલીપાને ખાલી કરવાનો સમય ક્યાં છે?
તું વરસે છે અહીં અમૃત બનીને આભથી નીચે,
અને હું બદનસીબ કે હાથ ધરવાનો સમય ક્યાં છે?
ભરત ભટ્ટ
No comments:
Post a Comment