એકાદ વાદળું આમતેમ વરસી જાને,
પાનખરમાં વસંત ખીલવી જાને,
રસ્તે ચાલતા રાહદારીને મળી જાને,
થાક્યા હશે પગલાં તેને રાહત આપી જાને,
એક એક બુંદ વર્ષે જાણે ઝાંઝરી વાગે,
સૂરમંદિરમાં આરતી કરી જાને,
પથ્થરના દેવને પૂજવા સવ કોઈ દોડે,
ઈશ્વરે બનાવેલ માણસને મળી જાને,
છપ્પનભોગનાં થાળ ધરાવે દેવ-દેવી કને,
અરે મંદિર બહાર ગરીબને કૈક આપી જાને,
ખરેખર ઈશ તો મારા તારા દિલમાં જ છે,
"અઝીઝ" ઓલિયા સાચી સમજણ માની જાને,
ભાટી એન "અઝીઝ"
No comments:
Post a Comment