Friday, 14 July 2017

ગઝલ

તા.૧૧-૦૭-૨૦૧૭

પડે છે ક્યાં ફરક આજે કશીયે હારથી બોલો,
સમય પણ હાર ખાયે એક આ લાચારથી બોલો.

મને તલવારની આ ધાર પર શંકા પડે કાયમ,
ઘવાયો છું સદા આ સોયના બસ વારથી બોલો.

હજી પણ રાહ જોનારા ઘણા છે જિંદગીમાં તો,
ફરક પડતો નથી કોઈ હવે સંસારથી બોલો.

ફસાયો છો ભલે આ પાર સાગરની હજી કિન્તુ,
પુકારે છે મને કોઈક પેલે પારથી બોલો.

ફરી તૈયાર થા "જયલા" નવા ઘાવો સહેવાને,
હદયમાં કોઇ ઉતર્યું છે  નયનના દ્વારથી બોલો.

No comments:

Post a Comment