જખમ કેવા મુસ્કાનમાં થી મળ્યાં,
પુરાણા અમારાં જ સાથી મળ્યાં.
મળ્યાં હાસ્ય ના સીધી રીતે કદી,
જે પણ મળ્યાં એ વ્યથાથી મળ્યાં.
એ અંગત ગણે છે ને મળતાં નથી,
અમે દુશ્મનોને મઝાથી મળ્યાં.
જવાબોની આશા શું રાખુ હવે,
સવાલો નવા બસ ખુદાથી મળ્યાં.
દિવાઓને નડશે આ દિવાનગી,
ઉમળકાસભર એ હવાથી મળ્યાં.
- દિપક ઠાકર
No comments:
Post a Comment