એક અષાઢી વાદળી વરસી છે
અમથી નહિ કારણસભર વરસી છે.
જરાક ભીનાશ ખપશે નહિ જાણી
એ તો કેવી તડામાર વરસી છે!
ખોવાયેલા સપના છે આંખે ક્યાંક
ને આજ એ મીઠી નીંદર બની વરસી છે.
તણાવું જ ભાગ્ય હતું જયારે
એ લાગે છે આજ જીવતર સવારવા વરસી છે.
કયાંક હજી બચી છે લીલાશ થોડી
એ લાગે છે ગઈ જાણી ને જીવતી જાગતી વરસી છે.
મનમાં ક્યાંક તો જોયો હશે મેલ ભારી "નીલ"
ને માટેજ એ સૂપડાધારે...સફાઈ કરતી વરસી છે.
રચના: નિલેશ બગથરીયા
"નીલ"
Friday, 21 July 2017
અછાંદસ
Labels:
નિલેશ બગથરિયા
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment