Friday, 21 July 2017

ગઝલ

ના વાતો રહી ના એ પડઘાં રહ્યા,
એ યાદોમાં પણ મુજથી અળગાં રહ્યા.

ના શામિલ થયા આખેઆખા કદી,
હમેશા હ્રદયમાં એ અડધાં રહ્યા.

કરી જો મેં કોશીષ ભુલાવાની તો,
એ આંખોમાં થઈને ઉઝરડાં રહ્યા.

ને જાણે કે એ હમણાં જીવ લઈ જશે,
અમે એ રીતે એને જોતાં રહ્યા.

જગતની આ કેવી છે દિવાનગી,
મહોબ્બત ઈબાદતનાં પડદાં રહ્યા.

- દિપક ઠાકર

No comments:

Post a Comment