*પાળી બેઠાં*
પાસ પલાંઠી વાળી બેઠાં,
પાલવને પંપાળી બેઠાં.
જોવાં એની એક ઝલકને,
જીવન આખું ગાળી બેઠાં.
વાતો કરતી નજરો દીઠી,
પાંપણ તેઓ ઢાળી બેઠાં.
લીન થયાં વાતોમાં બંને,
દુનિયાદારી ટાળી બેઠાં.
દેખી મુજને એની સંગે,
હૈયાંને સૌ બાળી બેઠાં.
ચાહું તુજને દેવાં ફૂલો,
બાગે બાગે માળી બેઠાં.
આવી મારાં જીવનમાં એ,
પ્રેમ-દરદને પાળી બેઠાં.
પાસ પલાંઠી વાળી બેઠાં,
અવસરને અજવાળી બેઠાં.
*- સંજય બાપોદરિયા 'સંગી'*
*મોરબી*
No comments:
Post a Comment