Friday, 21 July 2017

ગઝલ

પ્રિય દોસ્ત કેમ છો?
આજે પણ એક ગઝલથી મારી ગુરુવારી હાજરી પુરશો. તમારા પ્રતિભાવની પ્રતીક્ષા છે.
નથી મળતો હજુ કાંટાને આ ઘડિયાળનો ખૂણો
ફરે છે ચોતરફ મારી સતત આ કાળનો ખૂણો

મને તો દોડતા રસ્તે અટકવાની હતી ઈચ્છા,
પરંતુ ક્યાય શોધ્યો ના જડ્યો એ ઢાળનો ખૂણો

એક ઓશીકું વહેંચીને અમે બંને સુતાતા બસ.
પરંતુ સ્પર્શી શક્યો ક્યાય ન કપાળનો ખૂણો

ઉતાવળમાં વહુએ પીરસી’તી હાંડલી ત્યારે,.
એ ડોસાના ઢીલાં પેઢામાં વાગ્યો દાળનો ખૂણો,

રમતમાં શ્વાસ અભરાઈ ઉપર મૂકી દીધા એણે,
ને બોલો, એક પણ એનો ન ફરક્યો વાળનો ખૂણો.

થયું’તું ગામ ભેગું કાઢવા ડોસાની અર્થીને,
પછી વારસો સુધી રોતો રહ્યો પરસાળનો ખૂણો.

પૂરી તાલીમ આપી’તી તેં પગને દોડવાની “મંથન”
તને ભારે પડ્યો કાં નાનકી એક જાળનો ખૂણો,
== મંથન ડીસાકર (સુરત)
ગુરુવાર તા. ૨૦/૦૭/૨૦૧૭

No comments:

Post a Comment