Tuesday, 8 August 2017

ગઝલ

હર એક જીવન અહીં જવાળામુખી છે.
લાગણીઓમાં જીવનારા માત્ર દુઃખી છે.

હર તરફ આગ, હર તરફ ધધકતો લાવા છે.
જ્યાં જુઓ ત્યાં કાવા દાવા ની ચરખી છે.

રાખ થઈ ચૂક્યા અમે એ ભીષણ આગમાં,
પ્રીતની જે આગે કૈક જીન્દગીઓ ભરખી છે.

કૈક મીરાંઓ જન્મે છે, વિષના પ્યાલા પીવા,
કૃષ્ણ માટેની બધે મૃગતૃષ્ણાઓ સરખી છે.

જા,,, તારું અહીં, ક્યાંય નથી સ્થાન રુહ,
નિર્લેપ રહી શકનારા જ અહીં સુખી છે.

...રુહ...😪🌹

બીના ગોસ્વામી...

No comments:

Post a Comment