Tuesday, 8 August 2017

ગઝલ

એને ચોતરફ ચાખી ચાખીને  જોયું,
ક્વચિત પંડિતો એ ઉવાખીને જોયું.

મને તેં ઘણું આમ જોયું છે સોંપી,
અને મેં બધું આમ રાખીને જોયું.

ગુણાકાર વચ્ચે ગુણાઈ રહ્યો હું,
મને ઓછે-વત્તે પલાખીને જોયું.

છવાયું બધે  તેજ  તારા સ્મરણનુ
બધી બારીઓ,દ્વાર વાખીને જોયું.

કદી મિસરા વચ્ચે કદી કાફિયામાં,
ગઝલમાં કદી શબ્દ દાખીને જોયું.

       ભરત ભટ્ટ

No comments:

Post a Comment