Tuesday, 8 August 2017

ગઝલ

પંખી બોલે
        *********
ચાચે એ આકાશ ભરાવી એક સુનેરી પંખી બોલે,
મારા ઘરમાં સઘળું લાવી એક સુનેરી પંખી બોલે.

દિવસ આખો પસાર કરાવી કાલું ઘેલું નાચી નાચી,
સૂરજ પાસે સાંજ કરાવી એક સુનેરી પંખી બોલે!

ઉડતાં ઉડતાં નભ લગ જાશું એથી આગળ ક્યાં લગ જાશું?
સાવ મુદ્દાની વાત ઠરાવી એક સુનેરી પંખી બોલે.

ઉજ્જડ આખો વગડો થાશે અમને ના પિંજરમાં નાખો,
માણસને તે એમ જણાવી એક સુનેરી પંખી બોલે.

ટહુકે ટહુકે સાંજ ઢળેને ટહુકે તો થાતું અજવાળું,
એની આખી વાત કરાવી એક સુનેરી પંખી બોલે!

રટતાં રટતાં રામ અમે તો જીવન આખું સફ્ળ કરીએ,
એની આખી જાત તરાવી એક સુનેરી પંખી બોલે!!

ચાચે એ આકાશ ભરાવી એક સુનેરી પંખી બોલે,
મારા ઘરમાં સઘળું લાવી એક સુનેરી પંખી બોલે...

@નટવર ટાંક  જૂનાગઢ.

No comments:

Post a Comment