ચૂલો નથી સળગતો
બહુ દિવ્ય વાતથી કંઈ ચૂલો નથી સળગતો
સૂરજની લાયથી કંઈ ચૂલો નથી સળગતો
પ્રસ્વેદ નામે લીલાં ઈંધણ થકી જ પ્રજળે
સૂકેલાં કાષ્ઠથી કંઈ ચૂલો નથી સળગતો
માન્યું કે સળગી જાશે જુલ્મીઓ એની આગે
જઠરાની આગથી કંઈ ચૂલો નથી સળગતો
મીરાં મહેલ તજે છે એમાં નવાઈ શી છે?
સળગેલા હાથથી કંઈ ચૂલો નથી સળગતો
અંતરના નાદથી હા, ઈશ્વર રીઝે છે સ્નેહી
અંતરના નાદથી કંઈ ચૂલો નથી સળગતો
-- સ્નેહી પરમાર
No comments:
Post a Comment