Tuesday, 8 August 2017

ગઝલ

એવું મજાનું જીવન જીવીને હું જવાનો!
સઘળા દિલોને જોજો, જીતીને હું જવાનો!

અઘરાં ભલે ને લાગે, સઘળાં આ દાખલાઓ;
સૌ પાઠ જીન્દગીના શીખીને હું જવાનો!

મેં આદરેલા કામો રહેશે નહિ અધૂરાં;
કંઇ કેટલું તમોને ચિંધીને હું જવાનો!

વિખરાઈને પડ્યા છે, ગૂંચો વળે એ પ્હેલા,
શ્વાસોની ફીરકીને વીંટીને હું જવાનો!

રસ્તો બતાવનારો ખુદ સારથિ બન્યો છે;
લ્યો, આંખ માછલીની વિંધીને હું જવાનો!

: હિમલ પંડ્યા

No comments:

Post a Comment