દોસ્તનુ ગીત
્્્્ ્્્્ ્્્
ડૉ .સત્યમ બારોટ
જે આખો દા'ડો ઝગડે ના
જે મીઠી વાતે બબડે ના ,
જેને મળવાનું મન થાતું ના
જેની વાટો કોઈ જોતું ના ,
એના જેવો ભારે કહોત નથી ,
એવા માણસનો કોઈ દોસ્ત નથી .
જે ખુલ્લા મનથી નાચે ના ,
જે ખુલ્લો થઈ ને રાચે ના ,
જે રોજે નખરાંઓ કરે ના,
જે ઝઘડીને પાછો ભળે ના ,
એના જેવો અભાગો કપૂત નથી ,.
એવા માણસનો કોઈ દોસ્ત નથી .
જેના ગપ્પાંનો કોઈ પાર નથી ,
જેના શબ્દમાં સતની ધાર નથી ,
જે સ્વાર્થમાં નવરો પડતો નથી ,
જેને રમવા સમય મળતો નથી ,
જેનું જીવન દોસ્તમા મસ્ત નથી ,.
એવા માણસનો કોઈ દોસ્ત નથી .
જે સપનાંઓમાં ઉડતો નથી ,
જે રોજે નખરાં કરતો નથી ,
જેના ઇશ્વરથી વધુ નામ નથી ,
જેને દોસતી માટે માન નથી ,
જેને ભેરુઓની જમાત નથી ,.
એવા માણસનો કોઈ દોસ્ત નથી .
ડૉ .સત્યમ બારોટ
9904612517
૮૪૮૭૯૪૮૧૫૮
્્્ ્્ ્્ ્્્
No comments:
Post a Comment