Tuesday, 8 August 2017

ગઝલ

ઝાકળનાં પોત સામે આ તડકા વિચારીએ
કાલે કશુંક કહેવું એ હમણાં વિચારીએ

ભયનો સવાલ છે ને સવાલો અનેક છે
પોતાના નામ સામે એ હરણાં વિચારીએ

થોડું ક બોલશો ને તો દંગલ મચી જશે
બોલો તે સત્ય ક્યાં છે અફવા વિચારીએ

આંદોલનો ઊઠે કે શમે ફેર શું પડે ?
છે કાન,છે તો કાનને બહેરા વિચારીએ

તકલાદી તો હતાં જ એ તૂટી ગયાં તરત
વિણી વિણી વિચારના ટૂકડા વિચારીએ

                 ભરત ભટ્ટ

No comments:

Post a Comment