સાયબા તમને કહેવું છે જરી ,
સ્નેહ સરિતામાં વહેવું છે જરી .
લાગતું અસહ્ય ભલેને આજ તો ,
દર્દ દિલનું પણ સહેવું છે જરી .
આમતેમ બધે ગમેતેમ આથડયાં ,
કોઈ હૈયામાં રહેવું છે જરી .
હારવાનો ડર નથી અમને હવે ,
કોઈની હારે ય રમવું છે જરી .
ગામ આખાને ભલે ગમ્યા અમે ,
આજ મનગમતાને ગમવું છે જરી .
ડૂબવાની ' જશ ' ફિકર છે માણવી ,
પ્રેમ સાગરમાં ય તરવું છે જરી .
જશુ પટેલ
05 - 08 - 2017
ગાલગાગા ગાલગાગા ગાલગા
No comments:
Post a Comment