Tuesday, 8 August 2017

ગઝલ

રસ્તા કદીક ભટકી ગયો છું ઝાંઝવાના શ્હેરમાં,
હોવાપણું ભૂલી ગયો છું ઝાંઝવાના શ્હેરમાં.

સાચું કહું દોસ્તો,મને એ પણ ખરેખર યાદ નથી,
કે હું શું શું ભૂલી ગયો છું ઝાંઝવાના શ્હેરમાં.

એ ઝાંઝવાને પામવાની ઝંખના મારીય છે,
ને તોય એક રણ પી ગયો છું ઝાંઝવાના શ્હેરમાં.

આ ડાળપણું જાતું નથી,ઉદાસ ટ્હુકાના ભારથી-
લાગે છે હું બટકી ગયો છું ઝાંઝવાના શ્હેરમાં.

મેં સાચવી રાખી છે એક મુસ્કાન મારા હોઠ પર,
ને ભીતરે તૂટી ગયો છું ઝાંઝવાના શ્હેરમાં.

મેઘરાજસિંહ પરમાર.

No comments:

Post a Comment