અબોલ...નિશબ્દ...
નજર સામેની ભિત પર,
એક બોલકો અરીસો
મને મારી ઓળખ આપે છે...
ક્યારેક, સવારે હુ મને જ
નહી ઓળખુ તો...?
મારી ઓળખ શું...? ચહેરો...?
આ ચહેરો નહી રહે તો...?
હૂ કોણ...?
ભિતરનો સવાલ...
શુ હુ જ મને
મારા ચહેરાથી ઓળખુ છુ...?
હા...આત્માને ક્યાં ચહેરો છે,
આત્મમંથનની ઘડીએ,
જીંદગીની જીજીવિષાએ,
વિષાદથી ભરેલા મને
વિચારૂ,
હૂ મનેજ નથી ઓળખતો
તો પછી
આત્માની ઓળખ
ક્યાંથી થશે...?
ચહેરાથી જ પરીચિત
આપણ બધા,
દોડ તો આપણી,
પારણાથી ચિતા સુધીની...
...પુનીત સરખેડી
Tuesday, 8 August 2017
અછાંદસ
Labels:
પુનીત સરખેડી
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment