ફરી એક નવું જીવતર મળ્યું
ઉડવા ફલક એક નવતર મળ્યું
ઉંમરના અંતિમ ઓવારે આજ
ભવ્યતાનું એક ભણતર મળ્યું
પછી નિર્બંલતાની પરાકાષ્ઠાએ
બળ ખમીરવંતુ ખડતલ મળ્યું
સર્વ સંસારી સંબંધોની પેલેપાર
સ્નેહનું નિસ્વાર્થ સગપણ મળ્યું
બે શબ્દોની વચ્ચે જ અનાયાસ
આ ખાલીપાનું અવતરણ મળ્યું
ભેદ ભાષાઓના ભેદાય ગયા તો
ભીતર ભાવભીનું વ્યાકરણ મળ્યું
દ્વંદ ને નિર્દ્વંદના ઊડીગયા છેદ તો
સમયે શૂન્યતાનું સમીકરણ મળ્યું
"પરમ"ઝંખનાય થઈ નિર્મૂળ અંતે
ગમતીલું એક "પાગલ"પન મળ્યું
ગોરધનભાઈ વેગડ (પરમપાગલ)
No comments:
Post a Comment