ભીતરે એવી હવા ફૂંકાય છે
તું જ તું બસ, તું જ તું દેખાય છે
આંખમાં અકબંધ રાખી યાદને,
જેમ અવશેષો સદા સચવાય છે
વાતમાંથી વાત તારી નીકળે,
આંગણું દરિયો બની છલકાય છે
ઘાવ છે તું, દર્દ છે તું, છે દવા
એટલે તો જિંદગી હરખાય છે
એ તરફ દેખાય છે આખું નગર
જ્યાં ચરણ તારા મને લઈ જાય છે
છે કલમ,કાગળ અને એકાંત આ,
તું ગઝલમાં રોજ વરસી જાય છે.
.........વર્ષા પ્રજાપતિ ઝરમર
No comments:
Post a Comment