Tuesday, 29 August 2017

અછાંદસ

તમે અડ્યાની લ્હાય
સજનજી રૂંવે રૂંવે સળગે
હવા ભરેલા સપના મારા
માંડ ખિલે ત્યા તૂટે.
નેવાંથી લઇ મોભારા લગ
હળવે હળવે ચૂવે,
તમે કરેલા વાર
સજનજી મીઠું મીઠું કજળે...તમે.
ટોડલિયે બેઠેલા પેલા
મોર ઘડી ના ડૂકે,
કેમ કરી મુકું હું ડગલું
ઉબર મારો ચૂકે,
ભીના ભીના ભાવ
હજીય શ્વાસે શ્વાસે પ્રજળે...તમે.
     -બલભદ્રસિંહ રાઠોડ

No comments:

Post a Comment