Tuesday, 29 August 2017

ગઝલ

કંટકો તો રોજ જખ્મો આપશે!
ફૂલ ભોળા કેમ બદલો આપશે?

ઋણ મારા પ્રેમ નું સસ્તું નથી,
દોસ્ત, શી રીતે તું હપ્તો આપશે?

આંખ થી મિલાવ તારી આંખડી,
હામ હૈયે હો તો ચકમો આપશે.

યાદ થીજેલી ને મુંઝારો અકળ,
ચિનગારી વિણ, એ તણખો આપશે?

જીંદગી ચોપાટ છે, રમવું પડે!
માંડ બાજી જેમ, પડઘો આપશે.
ડો જિજ્ઞાસા છાયા ઓઝા

No comments:

Post a Comment