ધૂળેટીને દહાડે ઘરમાં આવી નાની સાળી,
સોને પે સુહાગા સાળી હોય આઘી ઘરવાળી,
પાણી પાણી થયેલાં પતિદેવ આગળ પાછળ ઘૂમે,
દોડી દોડી દેવસ્થાને ઈશ્વરનાં ફોટા ચૂમે,
પત્ની લાગે ઐશ્વર્યા ને સાળી ભલે હો કાળી,
સોને પે સુહાગા સાળી હોય આધી ઘરવાળી,
રંગ એવાં ઉડાડ્યાં જાણે ઓઢી મેઘધનુષી ચૂંદડી,
હાથમાં લીધો હાથ ને પછી ફર્યાં ખુબ ફુંદડી,
રંગ નાંખવાને એકબીજા પર દોડે ડાળી ડાળી,
સોને પે સુહાગા સાળી હોય આધી ઘરવાળી,
વ્હેમિલી પત્નીએ જોયું ને પછી જબરી ભડકી,
ધૂળેટીને દહાડે ભાઈ ભાઈ ઘરમાં હોળી સળગી,
બહુ રમ્યાં છો લઇ પિચકારી મારી મારી તાળી,
સોને પે સુહાગા સાળી હોય આધી ઘરવાળી,
વાળ ઝાલ્યાં, કોલર ઝાલ્યો ને વચ્ચે લાત મારી,
ચીસ પાડતાં બોલ્યો પતિદેવ અરરર માડી,
જીજાજીની હાલત જોઈને સંતાવા લાગી સાળી,
સોને પે સુહાગા સાળી હોય આધી ઘરવાળી,
પત્નીને મુકો છો એક તરફ ને બીજે તમારી ટોળી?
હવે જુઓ કેવી હોય ધુળેટી? ઘરમાં સળગશે હોળી,
બૈરી છે એનું ભાન ભૂલ્યાં ને રંગવા બેઠાં સાળી?
સોને પે સુહાગા સાળી હોય આધી ઘરવાળી,
ગાલ સુજ્યા, માથું સુજ્યું, સુજ્યા બાપડાનાં હોઠ,
માથે હાથ દઈ વિચારે, ક્યાં હું પરણ્યો આવી ઠોઠ,
ત્યાંતો વીંઝાયો તમાચો એવો સુજી કાનની લાળી,
સોને પે સુહાગા સાળી હોય આધી ઘરવાળી,
ચોધારે રોઈ કહે સાળીને ક્યાં તને મેં રંગી?
તારા લીધી બની બાયડી માતા રણચંડી,
રંગીશ આખા ગામને પણ ક્યારેય ન રંગુ સાળી,
સોને પે સુહાગા સાળી હોય આધી ઘરવાળી.
*- ભાવિન દેસાઈ 'અકલ્પિત'*
Tuesday, 29 August 2017
ગીત
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment