મારી ચમક પણ આભના તારા સમી છે ઓ ખુદા,
કિંતું હયાતી સાપના ભારા સમી છે ઓ ખુદા.
તું આભ પર બેસી હવે તારા ઉપર ઇતરાય ના,
મારી છબી પણ આમ તો તારા સમી છે ઓ ખુદા.
જે કોઈ આવે શોખથી ખૂંદી શકે છે એ મને,
આ જિંદગી બસ રોડના ગારા સામી છે ઓ ખુદા.
જળ ઓસરી પળપળ રહ્યાં છે,આ નદીના આમ તો,
ને તરબતરતા તો હજી આરા સમી છે ઓ ખુદા.
જે શબ્દ જીભે ના ચડ્યાં, ઢોળી રહી મારી કલમ,
"જયલા"ને માટે આ કલમ યારા સમી છે ઓ ખુદા.
--જયલા
No comments:
Post a Comment