Friday, 11 August 2017

ગીત

Aaje maru ek tajju majanu geet...

*રોષવિલાપ*

દ્વારિકામાં ગોમતી ને દરિયો તો હોય , એને કાંઠે કદંબ ક્યાંથી લાવશો?
શંખ અને ચક્ર બેઉ હાથોમાં ધારવા વાંસળીને દરિયામાં નાખશો ?

જોજો કે કોક દિ આ હૈયામાં વાંસ જેમ પીડાના વન ઉગી આવશે ,
અંદર ને અંદર મેલાતા નિ:શ્વાસ એમાં ઉપરથી અંગારા ચાંપશે.
ખાલીખમ હાથ પછી વેણુ યાચે તો એને ના કહીને મુઠ્ઠી વળાવશો?

તોડી શકાય તો પૂનમની રાતે રાસ રમવાની એષણાઓ તોડજો;
છોડી શકાય તો બીજું કશુ નહીં, આ વૃત્તિ તરછોડવાની  છોડજો.
મારા સમ, એક પણ આંસુ પાડીને નીર યમુનાના આજ ના ડહોળાવશો...

નેહા પુરોહિત

No comments:

Post a Comment