આજ માંહ્યલે વાલાની ઝાંખી રે કરું,
આજ મારા શ્યામની ઝાંખી રે કરું.
માથે મુગટ ‘ને કાને છે કુંડળ,
હાથમાં ચક્ર ‘ને પગે છે ઝાંઝર,
માથે તિલક ‘ને હોઠે છે બંસરી,
પહેરી છે વાલાએ પીળી પીતાંબરી.
આજ જગતના નાથની ઝાંખી રે કરુ.
શામળિયો મારો વસ્યો છે મથુરામાં,
ખેલે છે રાસ એ અમાસે ...રાત રે.
ખીલી રહી છે ચાંદની વૃદાંવનમાં,
એવી રે રજ એની માથે ચડાવી રે.
આજ રાસ રમંતાં વાલા ની ઝાંખી રે કરું.
મળવાને આવી હું તો ગોકુળીયાં ગામમાં,
મળ્યો ના અણસાર, છે હોઠે નામ તારુ મનમાં,
વ્રજને છોડીને કયાં વસયા રે .....
યમુનાના નીરે પણ ના મળયા રે....
આજ હૈયે વસેલા વાલાની ઝાંખી રે કરું
આજ માંહ્યલે વાલાની ઝાંખી રે કરું,
આજ મારા શ્યામની ઝાંખી રે કરું.
પલ્લુ....
No comments:
Post a Comment