Wednesday, 5 April 2017

ગઝલ

આ સ્વપ્ન લાગે માશુકા જાણે સલીમ તણી જુઓ
ચારે તરફ એને ભ્રમની જાણે દિવાલ ચણી જુઓ

ને જૂઠનો પણ બાદશાહ નથી અહીં ખુલ્લો જુઓ
આડંબરોની એને પગે બેડી સદાય ઘણી જુઓ

હારી જશો સઘળું પછી પામો વિજય સમજો તમે
હા એ જ તો ખાત્રી હશે ને શુદ્ધ પ્રેમ તણી જુઓ

ચિત્કાર  ઉઠ્યો  દુર્દશાના  દર્દથી  ત્યારે  થયું
કેવી સમયને હોય છે આ ધારદાર અણી જુઓ

જો સૂતળી સાવે બળી ગઇ તે છતાં વળ ના ગયો
માણસ કને આ કેટલી નાહક સદાય ટણી જુઓ
  
"રોશન" કિરણ જોગીદાસ

No comments:

Post a Comment