Wednesday, 5 April 2017

ગઝલ

કેવી મઝા હતી ઍકતરફા પ્યારમાં,
સઘળી હવા બની ગઈ ઍકરારમાં.

છે અટકવાનું કયાંક કયારેક ચોક્કસ,
ભુલી જવાયુ જિંદગીની રફતારમાં.

ઈજાથી તો ફકત થોડું રકત વહ્યુ,
આંસુ નીકળી ગયા કીંતુ સારવારમાં.

રાત ગુજરી ગઈ ફરી સપનાઑમાં,
સપનાઑ ગુજરી ગયા સવારમાં.

ઍક સીધું જ મારે ઍક આડ કતરી રીતે,
ફરક કંઈ નથી ધારમાં ને આધારમાં.

- દિપક ઠાકર

No comments:

Post a Comment