ચાલતા હતા સીધા રસ્તે, ક્યારે અમે વળી ગયા
ખબર ના પડી રાહમાં કે, ક્યારે તમે મળી ગયા
પાગલ મન હતું મારું પામવાને આતુર એવું કે
પ્રેમમાં સઘળી, શરમ ને મર્યાદા અમે ભૂલી ગયા
આવવાથી આપ,ના અમારા જીવનમાં લાગ્યું
જાણે અમારા ભાગ્યના, બધા દ્વાર ખૂલી ગયા
ખબર ક્યાં હતી કે આપથી જ, દગો પામશુ
અમે તો પ્રેમ ને વિશ્વાસના, જુલે જુલી ગયા
વાત તો વફા ની કેવી કરતાં હતા, આપ સદાય
અને આપ'જ આવડો વિશ્વાસઘાત કરી ગયા
ખબર શું, સતીષ ને કે આ તો છલના છે બધી
ક્ષણિક સુખ આપી ને, આપ બેવફાઈ કરી ગયા
- સતીષ સખીયા
No comments:
Post a Comment