ના ચાલવાના રસ્તે ચાલી જવાયું
બની જવાય આદિ એ પહેલા વળી શકાયું.
અંધારે અંધારે ભટકી જવાયું
પણ આખરે દીપનું ઠેકાણુ શોધી શકાયું .
કાળું થતા થતા ભાવિ રહી ગયું
આખરે એક રાતથી રવિનું શમણું નિહાળી શક્યું.
બંધ બારણાના કર્મોથી ઘેરાઈ જવાયું
ખખડી સાંકળ, અંતરમનથી જાગી જવાયું.
ભૂતકાળથી આ દિલ હજીયે દુઃખી જણાયું
ઉગશે આજ દિન સુનહરો આશે જીવી શકાયું.
ભારે થાય છે ભારો માથે જાણી શકાયું
છું ના જેસલ ,છે ના સાથ તોરલ ....
ને છતાં "નીલ" વળીને પાછું, આ નાવ સમતલ કરાયું.
રચના: નિલેશ બગથરીયા
"નીલ"
Tuesday, 29 August 2017
અછાંદસ
Labels:
નિલેશ બગથરિયા
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment