તડકો ગરમ ગરમ હૂંફાળો રે સાયબા ! તડકાને છાતીમાં પાળો,
તડકો તમ્મારા જેવો રૂપાળો રે સાયબા ! તડકાને છાતીમાં પાળો.
તડકો જાંબુડી જિંદગીનું ફળ, તડકો છે સાયબાની મૂછોનો વળ,
તડકો છે રેશમિયા લયનો વળાંક અને તડકો બેધારી અટકળ.
તડકો તો સુરતીબોલીની ગાળો રે સાયબા ! તડકાને છાતીમાં પાળો.
તડકો ઢોલિયામાં અટવાઈ ઠલવાતી સાયબાની મીઠુડી રીસ,
હું ય મૂઈ રટતી રહું; 'તડકો બસ તડકો બસ તડકો બારીશ.'
તડકાના ટૂકડાને મોં માં મૂકીને મમળાવો રે સાયબા !
તડકાને છાતીમાં પાળો.
તડકો ગરમ ગરમ હૂંફાળો રે સાયબા !
=જોગી જસદણવાળા=
No comments:
Post a Comment