Monday, 14 August 2017

ગઝલ

પાણી ભીના પાદર જાણી,
સુતા લાંબી ચાદર તાણી .

વાદળ ઝરતા ટપકે બુંદો,
ભીની માટી સોડમ ધારી.

ખેતર શેઢા ઝાકળ પીધાં,
જીવે કણબી મોસમ માણી.

શીતળ ૠતમાંગાતા મનખા
આંખે રમતાં સપના ભારી.

હસતા  ફુલો  ઝાડે  ડાળે ,
નજરો ઠરતી  રંગત ભાળી.

જીવે માસૂમ મરકી મરકી,
' દખના જોતા વળતા પાણી

          માસૂમ મોડાસવી.

No comments:

Post a Comment