Tuesday, 8 August 2017

गीत

કૂંચી આપો બાઇજી
તમે કિયા પટારે મેલી
મારા મૈયરની શરણાઇજી

કોઇ કંકુથાપા ભૂંસી દઇ, મને ભીંતેથી ઉતરાવો
કોઇ મીંઢળની મરજાદા લઇ
મને પાંચીકા પકડાવો
ખડકી ખોલો બાઇજી
તમે કિયા કટાણે પોંખી
મારા કલરવની કઠણાઇજી
મારા મૈયરની...

તમે ઘરચોળામાં ઘુઘરીયાળી ઘરવખરી સંકેલી
તમે અણજાણ્યા ઉંબરિયેથી મારી નદિયું પાછી ઠેલી
મારગ મેલો બાઇજી
તમે કિયા કુહાડે વેડી
મારા દાદાની વડવાઇજી
તમે કિયા પટારે....

         વિનોદ જોશી

No comments:

Post a Comment