ગીતો ગાતું વાદળ જોયું !
આકાશ છતાં વિહ્વળ જોયું !
આગળ જોયું પાછળ જોયું,
જગ આખ્ખું યે ઝળહળ જોયું !
ટેકરીઓ ની ઢળક ઢાળે,
એક સરોવર ખળભળ જોયું !
અઢી અક્ષરના સૌ પ્રવાસી,
હાંફ્યા હરણે મૃગજળ જોયું !
બંધ છે પરબીડિયા જીવણ,
ઠરતાં દીવે પળપળ. જોયું !
** નિશિ **
મનડું સાવે મરકટ જોયું!
જીત્યું કોણે? બળકટ જોયું?
આ સંસારી માયામાં લે,
तुंडे तुंडे તરકટ જોયું!
મેડી મોલાતો પાસે, પણ
અંતર એનું છટપટ જોયું!
ઊપરછલ્લું મોંએ મીઠ્ઠું
અંદર મેલું , બરછટ જોયું!
જીવ્યું હોવું એક જ રંગી,
લીલું , સુક્કું , વધઘટ જોયું!
સાચકલાની આભા એવી,
ઝૂંપડમાં પણ ચળકટ જોયું!
--------------હેમા ઠક્કર "મસ્ત "
તરહી ગઝલ ગા 8*
*ઊંડું જોયું, અઢળક જોયું,*
*મનમાં જોયું, મબલખ જોયું.*
ભીતર જોયું, ભરચક જોયું
*આંખે જોયું, અપલક જોયું.*
મારી તારી મીઠી ગોષ્ઠી,
*સાંભળતાં બહુ માદક જોયું.*
હૈયે થાતી ધકધક આજે,
*શાને તેં તો ઉપલક જોયું.*
થોડી તીખી ચકમક કાજે,
*થાતું આખું નાટક જોયું.*
વાદળ તો તારી યાદોના,
*ઊડે કેવાં ભ્રામક જોયું.*
આવે રાતે શમણાંમાં તું ,
*તેમાં તારું ત્રાટક જોયું.*
આંખે તો બેઠું ચોમાસું,
*આસું મારું યાચક જોયું.*
આભે મેઘધનુષ ફેલાયું,
*ઉરમાં બેઠું ચાતક જોયું.*
મારાં માં તું તારા માં હું,
*આત્માએ તો તારક જોયું.*
પ્રીતી તારી મારી ભીતર,
*રગમાં તો બહુ વ્યાપક જોયું.*
સાત ભવો નો બાંધી નાતો,
*મન તારું તો શામક જોયું.*
-કીર્તિ રાઠોડ *ક્રિતી* 8.8.17
મેં આંખોમાં અચરજ જોયું,
ના થોડું , પણ અનહદ જોયું !
બાળક કાયમ ચંચળ જોયું,
હસતું રમતું શૈશવ જોયું !
ન વગોવો ટોળાને કાયમ ,
મેં મદદ કરવા તત્પર જોયું !
વીતી ગઈ આખી ઉંમર જ્યાં,
ઘર સાવ એ જર્જર જોયું !
શરમાતાં આમ રહ્યાં એ તો ,
ને આજે તો બેધડક જોયું !
સારા શિક્ષકના હાથે તો ,
વિદ્યાર્થીનું ઘડતર જોયું !
ચાલે છે જે ગુનાના પંથે ,
જીવન એનું બદતર જોયું !
ચહેરો મારો જોવો જો હતો,
એ આંખોમાં દર્પણ જોયું !
- હેમંત મદ્રાસી
આજની તરહી ગઝલ......
ઊંડે જોયુ અઢળક જોયું;
મનમાં મે તો મબલખ જોયું
પાણીમાં હોડી કાગળની,
તરતું જાણે બચપણ જોયું.
ઘર છોડીને ક્યાં ક્યાં નાસુ,
ચ્હેરે ચ્હેરે દર્પણ જોયું.
થીજી ગ્યેલું આંસુ કોઈનું,
ઝાકળમાં મે લથબથ જોયું.
અલ્લક જોયું દલ્લક જોયું,
મોરપિચ્છે મલ્લક જોયું.
ચશ્માની ઉછીની આંખે,
ઝાંખું પાંખુ ઘડપણ જોયું..
મંદિર, મસ્જિદ ભટકી ભટકી,
ભીતરમાં મે ઝળહળ જોયું.
શૈલેષ પંડ્યા
ઊંચે જોયું,ખળખળ જોયું,
ઝરણું જાણે, વાદળ જોયું.
ક્ષણભંગુર ફના છે જીવન,
સૂરજ પ્રેમી, ઝાકળ જોયું.
ભરમાર રહે શબ્દોની જ્યાં,
આકાશી એ કાગળ જોયું.
જ્યોતિ માફક પ્રજ્વળે છે ને,
એ જ પ્રપાતે,ઝળહળ જોયું.
ખોળવું પડશે ખુદને અહિયાં,
ભીતરને પણ ખળભળ જોયું.
અર્ચના🌺
ગઝલ
ગાગા, ગાગા, ગાગા, ગાગા
થોડું જોયું પળપળ જોયું,
ક્ષણમાં જોયું અપલક જોયું .
મારી આંખો વરસી ત્યારે,
રૂપ તમારું ઝળહળ જોયું.
મરજીવા માંહે પડયા ને,
સાગરમાં પણ ખળભળ જોયું.
રણમાં મારો કંઠ સુકાયો,
મીઠાં જળનું સરવર જોયું.
શ્વાસે શ્વાસે ફૂલો ફોર્યા ,
માણસમાં મેં અચરજ જોયું.
ડુંગર પર ડગલાં માંડ્યા ને,
ઝરણાનું મેં ખળખળ જોયું.
ભમરો ગૂંજે ઉપનમાં ને,
ઝાકળનું મેં હરફર જોયું.
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
ટોળું જોયું, તરકટ જોયું,
માનવ મનમાં મરકટ જોયું.
નક્કી મા નું દૂધ પીધું છે,
આ બાળક મેં બળકટ જોયું.
પૈસા જોતાં લાળો ટપકે,
હદ બહારનું હલકટ જોયું.
જ્ઞાનપિપાસુ લાગે છે કોઈ,
વિદ્યાનું જો ચળકટ જોયું.
ભારે આજ થયું ભણતર જો,
ભૂલકુ જગમાં પાકટ જોયું.
ડો જિજ્ઞાસા
આગળ ધોયું પાછળ ધોયું
જીવતરને મેં પળપળ ધોયું
સુરજ તડકા વીણી લીધા
ભીતર પડઘા સ્થાપી દીધા
શ્વાસે શ્વાસે ઝળહળ જોયું
જીવતરને મેં પળપળ ધોયું
પગલાં પગલાં રમતાં રમતાં
વાત ઉડી છે ઘરમાં ઘરમાં
એક ઘડીમાં ખળખળ ખોયું
જીવતરને મેં પળપળ ધોયું.
અદિશ
ખાલ ઉતારી પડ પડ જોયું
લોહી નિતરતું સરવર જોયું
અંધારાની વચ્ચે જઈને,
મેં અજવાળું અઢળક જોયું.
પડદાનો આભાસ હટ્યો ને,
આંખો આગળ ઝળહળ જોયું.
જીવન જળમાં ગોત લગાવી,
સૂરજ જેવું પળપળ જોયું.
અંત અને આરંભ વચાળે,
કૂણું કૂણું સગપણ જોયું.
અદિશ
સતના નામે જજના હાથે ,
જૂઠ્ઠુ-જૂઠ્ઠુ તરકટ જોયું .
પૈસા માટે જાતો વેચે ,.
એવું માનવ હલકટ જોયું .
લજ્જા ભૂલી તન-તન કૂદે,.
એવું ભોગી મરકટ જોયું .
પ્યાર પૈસા નામે દિલનું ,.
હસવું, ગાવુ બરછટ જોયું .
પદ, મોભા માટે માણસનું ,.
વેચાવાનુ રમઝટ જોયું .
રોજે સતના મારણ માટે ,.
દુનિયાનું મેં છટપટ જોયું .
સાજે દ્વારો ભેગા થ્યા તો ,.
આખા દનનુ ખટપટ જોયું .
ડૉ . સત્યમ બારોટ
ગીત 8-8-17
આઘું જોયું, પાછું જોયું
ઊપર, નીચે, આડું જોયું
સઘડે મનડું મરકટ મોહ્યું!
મૂકી આ ઝંઝાળો તોએ અળવીતરું ના માને
સમજાવું, ધૂતાવું એને તેમ ચઢે તોફાને
માયાના વમળોમાં ડૂબી નાવ સઘળું ખોયું
મનની વાંસે જીવન જુગટુંના પાસા કૈં રમતું
ઊઠતી અંદરથી ચીનગારી, માંહેથી સળગતું
આખેઆખ્ખું જીવતરિયું આ એની વાંસે ધોયું
-----------હેમા ઠક્કર "મસ્ત "
જોયું
****
આજે પણ એવું ને એવું,
વરસો જૂનું ચણતર જોયું!
સાચું એને ખોટું લાગે,
કેવું ખોટું ઘડતર જોયું!
છેટો ભાગે માણસ દેખી,
મોટું એમાં નડતર જોયું.
દિકરો એનો જીવ દયાળું,
જીવનભરનું વળતર જોયું!
નિશાળે ના મળતું કદિ જે,
એવું એમાં ભણતર જોયું!
કિલ્લો આખો જોતાં જોતાં,
એક પુરાણું બખતર જોયું!
"નટવર"સંગે પ્રીત થૈ તો,
કાયા જૂનું વસતર જોયું!
@નટવર ટાંક જૂનાગઢ.
શૈશવ જોયું, મખમલ જોયું
ઘડપણ જોયું, હળહળ જોયું.
ઝીણું ઝીણું ઝરમર ઝરમર,
ભીતર વે'તું મલમલ જોયું.
કાચી કાયા, માયા ઝાઝી,
તોરણ સૂકા, શતશત જોયું.
ઝાડે ઝાડે ખરતા પાંદો,
ના સંધાયે લખલખ જોયું.
મોહી પડ્યો અભિમન્યું,
ઉતરાએ જો તસતસ જોયું.
ખીલ્યું ફૂલ બગીચો હસ્યો
કું'ણે કેવું ભરચક જોયું.
સુનિતા કંઝારિયા
શુભ સવાર..જય ભોલે.
માણસ...
હાથમાં Rolex શું પહેરી કેટલાય આખા બળી ગયા..
હાથ જોડી નમાવા વાળા બહારથી સલામ ભરી ગયા...
મંદિરમાં જઇ માગતા ને પત્થરો એટલા દેવ પૂજતાં..
લક્ષ્મીની લીલામાં નારાયણને જ ક્યાંક વિસરી ગયા...
ભાવ અને પ્રેમની ભૂખ સાથે થોડી માણસાઇ હતી..
હવે શું કહું આજકાલ માણસોનું એ બજાર ભરી ગયા...
કર્મોની ગતી ને વિધિના લેખમાં અમે ક્યાં માનતા..?
કરેલું ફોગટ નઇ જાય, આ એક ચુકાદાને સરી ગયા...
હાથની રેખાઓની અસર આ "જગત"માં જોઇ અમે..
એટલે જ આજ રામના નામે પત્થર પણ તરી ગયા...
Jn
ગઝલ
આગળ જોયું, પાછળ જોયું,
કોઈએ પણ ના ઉપર જોયું.
.
વર્ષો બાદ મળી ગઈ સામે,
એના મુખ પર અચરજ જોયું.
.
જાણે છે એ આદત મારી,
સીટી સુણી તરતજ જોયું.
.
ગુસ્સો એને મારા પર છે,
તો પણ સામે અઢળક જોયું.
.
ગુસ્સે થઈને બીરબલ બોલ્યો,
જોયું અકબર, અકબર જોયું?.
.
ભર વરસાદે ચોકી ગ્યો હું,
સૂકું સૂકું સરવર જોયું.
.
એક બાળકને ટોફી આપી,
મમ્મી સામે તરતજ જોયું.
.
મિત્રો કેવા પાકા મારા,
હાસ્ય પાછળ અચરજ જોયું.
.
મિત્ર રાઠોડ
ખારાશ લઈ ખયાલે રઝળતા ન આવડ્યું,
અમને સમુદ્ર જેમ ઉછળતા ન આવડ્યું.
દીવો સળગતો જોઉં અને જોઈ હું રહું,
અંધાર સામે એમ પ્રજળતા ન આવડ્યું.
ડૂમો બની જે કંઠમાં અટકી ગયા છે તે,
आंखोथी અશ્રુઓને નીકળતાં ન આવડ્યું.
છૂટેલ બાણ ખૂપી ગયું બ્રહ્મરંધ્રમાં,
અફસોસ એને પાછું ય વળતાં ન આવડ્યું.
થોડા સવાલ સામે તમે પણ ઝૂકી ગયાં
હે,મારા તર્ક તમને ઉખળતા ન આવડ્યું
- ભરત ભટ્ટ
ભાડા વાળા
બળદ અને ગાડા વાળા છે!
જે છે, છેવાડા વાળા છે!
ધાડ પડી ત્યારે જાણ્યું કે
અહીં બધ્ધા ઘાડા વાળા છે!
મંઝિલ દૂર ની દૂર રહી ને
રસ્તાઓ ખાડા વાળા છે!
વાડાઓ વંટોળી જોયું
ઈશ્વર અહીં વાડા વાળા છે!
ભાડું ભરવાનું બાકી છે!
દેહ બધા ભાડા વાળા છે!
- હરિહર શુક્લ
૦૬ ૦૮-૨૦૧૭
No comments:
Post a Comment