આપણી ભીતર ખૂલે છે કેટલાં રસ્તા?
મનને મસ્તીમાં મૂકે છે કેટલાં રસ્તા?
ચાલવું પ્રત્યેક વખતે ક્યાં જરુરી છે,
આપણી સામે ઊભે છે કેટલાં રસ્તા?
ક્રોસ થઈ જાવું નથી સહેલું ઘણી વેળા,
હાથ લંબાવી ઝૂકે છે કેટલાં રસ્તા?
આપણે અધવચ ખૂટી જઈએ છીએ પોતે,
ક્યાં કદી ક્યારે ખૂટે છે કેટલાં રસ્તા?
માત્ર એ ઉપલી સપાટી પર નથી તૂટતા,
થોડા ભીતરથી તૂટે છે કેટલા રસ્તા?
- ભરત ભટ્ટ
No comments:
Post a Comment