ભટક્યો નહિ કોઈ રસ્તે
મળ્યું સૂચન પિતૃ તણું .
બનવા માણસ મન મથે
મળ્યું હંમેશ દિશાદર્શન પિતૃ તણું .
મારા હર શિવ સંકલ્પે
આચરણ શુભ થાય સદ્રશ્ય પિતૃ તણું .
અટક્યો જયારે જયારે
અનુભવભાથુ થયું પ્રાપ્ત પિતૃ તણું .
આપી શકું છું આ હાથે
હશે ચોક્કસ માર્ગદર્શન પિતૃ તણું .
મળી શકું છું હેતે સૌને
મળ્યું છે હેતાળ હૈયું ચોક્કસ પિતૃ તણું .
પૂજા અર્ચના , જળ અર્પણ કરું પીપળે
"નીલ" પહોંચે કે નહિ ખબર ના મુજને
બસ! થાય છે સ્મરણ ઘણું ઘણું છે પિતૃ તણું .
રચના: નિલેશ બગથરીયા
"નીલ"
સોમવતી અમાસ નિમિત્તે પિતૃ સ્મરણ.
Tuesday, 29 August 2017
અછાંદસ
Labels:
નિલેશ બગથરિયા
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment