Saturday, 12 August 2017

ગઝલ

કરમશીભાઈના કાળુના ટેસ્ટ બહુ 'હાઈ' છે --
ઘેર કમળા છણકા કરે, ને મનમાં ઐશ્વર્યા રાય છે.

પીઝા જોઈ મોઢું એનું પાણી પાણી થાય છે --
પછી ઘેર રોટલા પર કાંદાનું ટોપિંગ કરીને  ખાય છે.

તૂટેલા આયનાનાં ટુકડામાં જોઈ, રોજ પાડે એ પટીયા --
ને દેવાનંદનાં  વ્હેમમાં રહી રોજ મજૂરીએ જાય છે.

ચમચમાતી ગાડીઓની દોડાદોડ થી એ અંજાય છે --
રોજ સાંજે સાયકલ ઉંજતા મન એનું કોચવાય છે.

સપનામાં એ શાહરૂખ ને સપનામાં સલમાન થાય છે --
પાણી આવ્યાની બુમાબુમથી સપનુ એ તૂટી જાય છે.

ના ક્રુડની સાથે એને સંબંધ છે, નાં સોનું ખરીદવા જાય છે --
રોજ છાપામાં ભાવો જોઇને અમથો એ હરખાય છે.

દિ' ઉગતા મજૂરીએ જાય, દિ' આથમે ઘરભેગો થાય છે --
છપનની છાતીનો કાળુ રોજ થોડો થોડો કંતાય છે!

મેહુલ ભટ્ટ

No comments:

Post a Comment