Friday, 11 August 2017

ગઝલ

મોકો હતો છૂટી ગયો, આગળ ગયા પછી
અફસોસ ભારોભાર છે, પાછળ ગયા પછી

ભીંતર ઘણો અંધાર પટ, રહ્યો અજ્ઞાન નો
સૂરજ ઉદય થાશે હવે, વાદળ ગયા પછી

મારે નથી લખવી ગઝલ, તારા વિશે સનમ
આ હાથથી કચરા સુધી, કાગળ ગયા પછી

અફવા હતી મુત્યું થકી, જે ગામમા સદા
સાચી ખબર અમને થઈ, ભાગળ ગયા પછી

છોડી જવું તારૂ મને, તે 'દિ ખરું હશે
ખીલી ઉઠે છે ફુલ પણ, ઝાકળ ગયા પછી

સતીષ નાકરાણી સાવર કુંડલા
(અભિનવ સાહિત્ય સભા)

No comments:

Post a Comment