Wednesday, 23 August 2017

ગઝલ

ગાગાલગા ગાગાલગા ગાગાલગા લગા

હા કોક દિવસ તો અમારી યાદ આવશે,
આ જિંદગી ક્યાંરેક જો તમને  સતાવશે.

શું ભાસ છે આભાસ છે જાણી જશો તમે,
જ્યાંરે સમયનો આયનો દ્બશ્યો બતાવશે.

તું સાંભળી લેજે પછી એ ગુન ગુનાવજે,
મારી ગઝલના શબ્દ તો મરહમ લગાવશે

મારું નગરતો સ્તબ્ધ છે તારા ગયા પછી,
એ રંજનો ઘેરાવ કૈ ગઝલો લખાવશે.

અટકી ગયો કા કાફલો જોને 'મહેશ' તું,
લાંબી મઝલ છે કાપવી છેટુ પડાવશે.

                   --મહેશ ચૌહાણ

No comments:

Post a Comment